હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી છે. હાલોલમાં વધુ એક વખત આવી દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો

New Update
aag

હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી છે. હાલોલમાં વધુ એક વખત આવી દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, પ્લાસ્ટિક,અને કેમિકલના ડ્રમ ભરેલા ગોડાઉનમાં આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

પાવાગઢ રોડ ઉપર સિંધવાઈ મંદિરની સામે આવેલા અને ભંગાર અને સ્ક્રેપની આડમાં કેમિકલનું પ્રોસેસિંગ કરતા એક ટ્રેડર્સને થોડા સમય પહેલા જ GPCBએ હેઝર્ડ વેસ્ટને કારણે ક્લોઝર આપવામાં આવ્યો હતો. આજે સાંજે ત્યાં નજીકમાં જ વધુ એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. ગોડાઉનમાં સ્પંચ, પ્લાસ્ટિક, સહિત પીયુનો સ્ક્રેપ આગમાં સળગી જતા ધુમાડાના ગોટા આકાશમાં ઉઠ્યા હતા, ગોડાઉનમાં કેમિકલના ડ્રમ હોવાથી તે બ્લાસ્ટ થવાની સંભાવનાઓને કારણે લોકોમાં ભય ફેલાયો છે. હાલોલ GIDCમાં આવેલા અનેક એકમો GPCB ના નિયમોની ઐસી તૈસી કરી કંપની માંથી નીકળતો વેસ્ટ બારોબાર સગેવગે કરવા આવા સ્ક્રેપ અને ભંગારના ગોડાઉનોમાં વેસ્ટ ઠાલવી દેતા હોવાને કારણે નગરના રહેણાક વિસ્તારોમાં પણ અનેક સ્ક્રેપ ના ગોડાઉનો માત્ર પાલિકાના વ્યવસાય વેરાના આધારે ઉભા થઇ ગયા છે, હાલોલ પાલિકાના વેસ્ટ નિકાલ એનેજમેન્ટ સિસ્ટમ દ્વારા આવા ગોડાઉનોમાં ઠલવાતા સ્ક્રેપ અંગે કોઈજ તપાસ કરવામાં આવતી ન હોવાથી અહીં બિન્દાસ હેઝર્ડ નો પણ નિકાલ કરી દેવાની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.