ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો

શ્રી સ્વામિનારાયણ શિશુ સહાયક કેન્દ્રના અનુદાનથી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે કોલેજ સ્ટાફગણ માટે મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update

લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી દ્વારા આયોજન

મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

કોલેજ સ્ટાફગણ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન

ફિઝિકલ એક્ઝામિનેશનઆઈ ટેસ્ટિંગ, ECG કરવામાં આવ્યા

બ્લડ રિપોર્ટ સહિત યુરિન રિપોર્ટ સહીતના ટેસ્ટ કરાયા

 ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય બની છેત્યારે શ્રી સ્વામિનારાયણ શિશુ સહાયક કેન્દ્રના અનુદાનથી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે કોલેજ સ્ટાફગણ માટે મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી યોજાયો મેડિકલ ચેક આપ કેમ્પ

આ કેમ્પમાં ફિઝિકલ એક્ઝામિનેશનઆઈ ટેસ્ટિંગ, ECG , બ્લડ રિપોર્ટ અને યુરિન રિપોર્ટ સહીતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના લગભગ 150 જેટલા વિવિધ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે સ્પર્શ ક્લિનિકના ડૉ ચેતન મોર્થાના અને ડૉ. નિરાલી પ્રજાપતિ સહિત અન્ય ટીમ મેમ્બરોને આ કેમ્પમાં સેવા આપવા બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના ટ્રસ્ટી અને આચાર્યએ આભાર વ્યકત કર્યો હતો.

Latest Stories