New Update
/connect-gujarat/media/media_files/2025/08/28/screenshot_2025-08-28-19-14-43-61_92460851df6f172a4592fca41cc2d2e6-2025-08-28-19-58-13.jpg)
ચોમાસાની સિઝનમાં અંકલેશ્વર શહેરના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે.
જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આજરોજ સમી સાંજના સમયે અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં એક દુર્ઘટના સર્જાઇ હતી.
જેમાં અનાજ ભરેલ એક ટ્રક ભાટવાડ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે ગટરમાં ખાબકી હતી. ટ્રક ગટરમાં ખાબકીને ખોટકાતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. વાહનોથી ધમધમતા વિસ્તારમાં અનાજ ભરેલી ટ્રક ખોટકાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. મહામહેનતે ટ્રકને બહાર કાઢી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા.
Latest Stories