મન હોય તો માળવે જવાય... : અંકલેશ્વરમાં ઓટો પાર્ટ્સના વ્યવસાય સાથે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગનો અનોખો શોખ ધરાવતા યુવાનની સિદ્ધિ…

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં રહેતા રજની પ્રજાપતિ વ્યવસાયની સાથે સાથે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ કરવાનો પણ અનોખો શોખ ધરાવે છે. રજનિ પ્રજાપતિએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો છે.

New Update
  • ઓટો પાર્ટ્સના વ્યવસાય સાથે સાથે યુવકને અનોખો શોખ

  • પાર્ટ ટાઈમ પેઇન્ટિંગનો શોખ ધરાવતો ભડકોદ્રાનો યુવાન

  • યુવકે વડોદરાની MSUમાંથી કર્યો છે ફાઇન આર્ટ્સનો કોર્સ

  • વિવિધ ચિત્રો બનાવી લોકો સમક્ષ રજૂ કરી પોતાની પ્રતિભા

  • અનેક નેતાઓના સ્કેચ તૈયાર કરી ભેટ સ્વરૂપે અર્પણ કર્યા 

કહેવત છે કેમન હોય તો માળવે જવાય... આ કહેવતને સાર્થક કરી બતાવી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના એક યુવકે… ઓટો પાર્ટસની દુકાન ધરાવતા રજનિ પ્રજાપતિને વ્યવસાયની સાથે સાથે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ કરવાનો પણ અનોખો શોખ છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં રહેતા રજની પ્રજાપતિ વ્યવસાયની સાથે સાથે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ કરવાનો પણ અનોખો શોખ ધરાવે છે. રજનિ પ્રજાપતિએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો છે. જોકેપરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે આ યુવકે GIDC વિસ્તારની પ્રતિન ચોકડી નજીક છેલ્લા 10 વર્ષથી ઓટો પાર્ટસની દુકાન શરૂ કરી છે. અમુક પરિસ્થિતિને લઈને રજનિ પ્રજાપતિએ વ્યવસાયની સાથે સાથે પેઇન્ટિંગ બનાવવાનું પણ યથાવત રાખ્યું છે.

આ યુવકે અલગ અલગ ચિત્રો બનાવી પોતાની કળા અને પ્રતિભાને પેઇન્ટિંગ દ્વારા રજૂ કર્યા છે. જેમાં તેઓએ સ્લેપ્સ સ્કેચ પેઇન્ટિંગવોટર કલર પેઇન્ટિંગઓઇલ પેઇન્ટિંગકેનવાસ પેઇન્ટિંગપોટ્રેઇટ પેઇન્ટિંગ જેવા ઘણા બધા સ્કેચ તૈયાર કર્યા છે. અત્યાર સુધીમાં રજનિ પ્રજાપતિએ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલમર્હૂમ સાંસદ અહેમદ પટેલકોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ સહિત અનેક નેતાઓના સ્કેચ તૈયાર કરી તેઓને ભેટ સ્વરૂપે અર્પણ પણ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઆ યુવક દ્વારા અનેક ચિત્રો તૈયાર કરી લોકોને વેંચવામાં નથી આવતાપરંતુ યુવક આ ચિત્રોને ભેટમાં આપે છેત્યારે વ્યવસાયની સાથે જ પાર્ટટાઇમ પેઇન્ટિંગ વર્ક કરી પોતાની કળાને લોકો સમક્ષ રજૂ કરી છે. કહેવાય છે કેપરિશ્રમનો કોઈ ખાસ મંત્ર નથી હોતો. એતો અથાગ મહેનતદ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસનું પરિણામ છેતે અંકલેશ્વરના ભડકોદ્રા ગામના યુવક રજનિ પ્રજાપતિએ સાબિત કરી બતાવ્યુ છે.

Latest Stories