New Update
/connect-gujarat/media/media_files/2025/10/28/screenshot_2025-10-28-19-21-54-14_92460851df6f172a4592fca41cc2d2e6-2025-10-28-20-17-05.jpg)
અણધાર્યા માવઠાએ અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. અચાનક પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાઈ ગયા છે.
જેના કારણે પાકને ભારે નુકસાન થયું છે.ડ્રોન કેમેરાથી લેવાયેલા દૃશ્યોમાં ખેતરોમાં કપાસ, તુવેર અને કઠોળના વરસાદથી નાશ પામતા જોવા મળ્યા છે. ખાસ કરીને રોડ પર સુકવેલો ડાંગરનો પાક પણ નજરે પડી રહ્યો છે.ખેડૂતોના કહેવા મુજબ ખેતરોમાં સૂકવવા મુકેલી ડાંગરની ચોળી વરસાદથી ભીંજાઈ જતાં અનાજ ખરાબ થઈ ગયું છે. ઘણા ખેડૂતોના મજૂરી અને ખર્ચ પર પાણી ફરી વળ્યું છે.
Latest Stories