/connect-gujarat/media/media_files/2025/09/06/whatsapp-image-2025-09-2025-09-06-20-28-57.jpeg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મઢી,ભાલોદ,પાણેથા,અશા સહિત નર્મદા નદી કિનારે સફળતા પૂર્વક ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ગણપતિ દાદાની પ્રતિમાઓનું નર્મદા નદીમાં ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના મઢી,ભાલોદ,પાણેથા,અશા,નર્મદા નદીમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીથી શરૂ થતું ગણપતિનું પર્વ આનંદ ચૌદશના દિવસે ગણપતિ વિસર્જન બાદ સંપન્ન થાય છે.ગણપતિને લાડુ પ્રિય હોવાથી ગણેશ ચતુર્થીના દિવસે મોટાભાગે લાડુનો પ્રસાદ બનાવાતો હોય છે. આજે ગણપતિ વિસર્જન નિમિત્તે ઝઘડિયા તાલુકામાં ઠેરઠેર ભક્તજનો ટ્રેક્ટર તેમજ ટેમ્પોમાં ગણપતિજીની પ્રતિમાઓ મુકીને નર્મદા કિનારે ગણપતિ વિસર્જન માટે જતા નજરે પડતા હતા.
ઝઘડિયા તાલુકામાં ઠેરઠેર ગણપતિ વિસર્જન નિમિત્તે શોભાયાત્રાઓ નીકળી હતી,ત્યારબાદ નર્મદા કિનારે જઈને ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.ઝઘડિયા નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી ભક્ત સમુદાય દ્વારા નર્મદા મઢી ખાતે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું,રાજપારડી નગર સહિત પંથકના ગામોમાંથી ભાલોદ નર્મદા કિનારે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું,જ્યારે ઉમલ્લા પંથકના ગામમાંથી પાણેથા અશા નર્મદા કિનારે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભરૂચ નર્મદા જિલ્લામાં તેમજ નર્મદા નદીના ઉપરવાસના વિસ્તારમાં હાલમાં થઈ રહેલા ભારે વરસાદને લઇને નર્મદામાં હાલ પુરની સ્થિતિ સર્જાતા નદી બે કાંઠે વહેતી હોય ગણપતિ વિસર્જન વેળા કોઇ અનિચ્છનીય દુર્ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા નર્મદા કિનારા ખાતે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.સમગ્ર તાલુકામાં ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ભક્ત સમુદાય દ્વારા શાંતિપૂર્ણ અને ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.