સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેકટમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ, MLA ચૈતર વસાવા PM મોદીને કરશે રજુઆત !

ચૈતર વસાવાનો આરોપ છે કે આ કામની અંદર કોઈપણ જાતના ટાઈટલ ક્લિયર જમીનોના નથી થતા સાથે સાથે અનેક મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જે ભૂતકાળમાં થયા છે

New Update

ધારાસભ્ય ચૈતર વસાવાનો વધુ એક આક્ષેપ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામમાં થાય છે ભ્રષ્ટાચાર

વિવિધ પ્રોજેકટમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરશે રજુઆત

એકતા દિવસ અંતર્ગત ચાલી રહ્યા છે વિકાસના કાર્યો

હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટ અને નવા નવા કામો ચાલી રહ્યા છે ત્યારે કામોને લઈને તેની અંદર ભ્રષ્ટાચાર થઈ હોવાનો આક્ષેપ ધારાસભ્ય ચૈતર વસાવાએ  કર્યો છે.
31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયામાં થાય છે ત્યારે હાલમાં આ તૈયારીના ભાગરૂપે અનેક નવા નવા પ્રોજેક્ટોના કામ ચાલી રહ્યા છે. રોડ રસ્તાનું રંગ રોગાન ચાલી રહ્યું છે. પેવર બ્લોક લગાડવાના નવા પ્રોજેક્ટના કામ,ડામર રોડ સહિતના કામો ચાલે છે ત્યારે  કામો બાબતે ધારાસભ્ય  ચૈતર વસાવાનો આરોપ છે કે આ કામની અંદર કોઈપણ જાતના ટાઈટલ ક્લિયર જમીનોના નથી થતા સાથે સાથે અનેક મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જે ભૂતકાળમાં થયા છે તેવા ભ્રષ્ટાચારો અત્યારે આ કામોમાં થઈ રહ્યા છે..
 અને આ વિસ્તારના તમામ મુદ્દાઓને લઈને તેઓ વડાપ્રધાનને પત્ર પણ લખશે અને વડાપ્રધાન જ્યારે કેવડિયા આવશે ત્યારે કેવડિયાના પડતર પ્રશ્નો માટે તેઓ તેમને રજૂઆત માટે સમય પણ માંગનાર છે..
Latest Stories