New Update
ભરૂચમાં કરાયુ આયોજન
AMA દ્વારા આયોજન કરાયું
કોન્કલેવનું કરાયુ આયોજન
વૈશ્વિક વેપાર હબ બનાવવા ચર્ચા
ઉદ્યોગોના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચ-દહેજ-અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે AMA દ્વારા ભરૂચમાં એક્ઝિમ કોંકલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ-દહેજ-અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે, GOG - AMA સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી આજરોજ હોટલ રંગ લોર્ડ્સ ઇન ખાતે એક્ઝિમ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઉટરીચ પાર્ટનર ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી યોજાયેલી એક્ઝિમ કોન્કલેવનો મુખ્ય ઉદ્દેશ ભરૂચ-દહેજ-અંકલેશ્વર બેલ્ટના ઉદ્યોગોને તેમની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. BDMA ના પ્રમુખ દેવાંગ ઠાકોર અને સુનિલ ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે અનુપમ કુમારે “ભરૂચ-દહેજને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા નિકાસ-આયાત કોરિડોર બનાવવા" પર સંબોધન કર્યું.ચેતન ભોજાણીએ આ કોન્કલેવનું સંકલન અને આભારવિધિ કરી હતી.
Latest Stories