/connect-gujarat/media/media_files/sJIIIEANYPBdV42cdzIH.png)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા પર પાર્ટી પ્લોટમાં કળા કરતા મોરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. હાલ ચાલી રહેલી ચોમાસાની સિઝનમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા પર આવેલ દેસાઈ પાર્ટી પ્લોટમાં કળા કરતા મોરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદની સિઝન ચાલી રહી છે, અને વરસાદ પણ સારો વરસી રહ્યો છે, અને હાલ 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે. તેવામાં ઠંડકભર્યા વાતાવરણમાં કળા કરતા મોરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે.
/connect-gujarat/media/media_files/ECpP0iIUV3Qj69X8HZbQ.png)
મોર એક જાણીતું અને માનવવસ્તીની નજીક રહેતું પક્ષી છે. જે ખાસ કરીને વર્ષાઋતુમાં જ્યારે વાદળો ગડગડાટ કરતાં હોય અને વરસાદ પડવાની તૈયારી હોય, ત્યારે નર મોર પીંછા ફેલાવે છે, અને નૃત્ય કરતો હોય તેમ ધીરે ધીરે ગોળ ફરતા જઇ પોતાનાં ફેલાવેલાં પીછાંને ઝડપથી ધ્રુજાવે છે. જેને "કળા કરી" કહેવાય છે. જોકે, આનો હેતુ માદા પક્ષી ઢેલને આકર્ષવાનો હોય છે, તેવું પણ પક્ષીપ્રેમીઓનું માનવું છે.