મન મોર બની થનગાટ કરે... : અંકલેશ્વર શહેરના પાર્ટી પ્લોટમાં કળા કરતા મોરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા…

વરસાદની સિઝન ચાલી રહી છે, અને વરસાદ પણ સારો વરસી રહ્યો છે, અને હાલ 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે. તેવામાં ઠંડકભર્યા વાતાવરણમાં કળા કરતા મોરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા

મન મોર બની થનગાટ કરે
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા પર પાર્ટી પ્લોટમાં કળા કરતા મોરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. હાલ ચાલી રહેલી ચોમાસાની સિઝનમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા પર આવેલ દેસાઈ પાર્ટી પ્લોટમાં કળા કરતા મોરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદની સિઝન ચાલી રહી છેઅને વરસાદ પણ સારો વરસી રહ્યો છેઅને હાલ 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે. તેવામાં ઠંડકભર્યા વાતાવરણમાં કળા કરતા મોરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે.

કળા કરતા મોરના અદ્ભુત દ્રશ્યો

મોર એક જાણીતું અને માનવવસ્તીની નજીક રહેતું પક્ષી છે. જે ખાસ કરીને વર્ષાઋતુમાં જ્યારે વાદળો ગડગડાટ કરતાં હોય અને વરસાદ પડવાની તૈયારી હોયત્યારે નર મોર પીંછા ફેલાવે છેઅને નૃત્ય કરતો હોય તેમ ધીરે ધીરે ગોળ ફરતા જઇ પોતાનાં ફેલાવેલાં પીછાંને ઝડપથી ધ્રુજાવે છે. જેને "કળા કરી" કહેવાય છે. જોકેઆનો હેતુ માદા પક્ષી ઢેલને આકર્ષવાનો હોય છેતેવું પણ પક્ષીપ્રેમીઓનું માનવું છે.

#peacock #Peacock dance #અંકલેશ્વર
Here are a few more articles:
Read the Next Article