ભરૂચ: જંબુસરના કાવી ગામે 11 વર્ષીય બાળકી પર ધારીયા વડે હુમલો

ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે 11 વર્ષીય બાળકી પર ધાર્યા વડે હુમલો કરાતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી

New Update

ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે 11 વર્ષીય બાળકી પર ધાર્યા વડે હુમલો કરાતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી

ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે રહેતા મહેન્દ્ર ગોહિલની 11 વર્ષય બાળકી જાનુ તેમના ફળિયામાં સાયકલ ચલાવી રહી હતી અને ત્યારબાદ તેણે સાયકલ તેના ઘરની બહાર મૂકી હતી આ દરમિયાન પાડોશમાં રહેતા અજીત ગોહિલ નામના યુવાને બાળકીને ફળિયામાં સાયકલ ન ચલાવવાનું કહી તેના પર ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં બાળકી લોહી લુહાણ થઈ ગઈ હતી.બાળકીનો અવાજ સાંભળી તેના પિતા ઘરની બહાર દોડી આવ્યા હતા.હુમલામાં બાળકીને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતાની સાથે જ કાવી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે તપાસ શરૂ કરી છે
Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.