New Update
અંકલેશ્વરમાં વિશ્વ યોગ દિવસની વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ ૨૦૧૫થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી ત્યારે આજે દશમા વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું ઠેર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.અંકલેશ્વરના કમલમ પાર્ટી પ્લોટ, કમલમ પાર્ક તેમજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આર્ટ ઓફ લિવિંગ,અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સહિતની સંસ્થાઓનો આ ઉજવણીમાં સહયોગ સાંપડ્યો હતો.યોગ દીવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
Latest Stories