અંકલેશ્વર: 15માં AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું નાણા પ્રધાન કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ, 260 સ્ટોલ ઉભા કરાયા

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે જેને આજરોજ રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ઉદ્યોગ મંડળ દ્વારા આયોજન કરાયુ

  • ત્રણ દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો પ્રારંભ

  • નાણા પ્રધાન કનુ દેસાઈના હસ્તે પ્રારંભ કરાયો

  • 260 સ્ટોલ ઉભા કરાયા

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2025નું રાજ્યના નાણા અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે જેને આજરોજ રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
15માં મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન અને એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા 260 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ત્રણ દિવસ ચાલનાર એસકપોની રાજ્યભરના લોકો મુલાકાત લેશે. એક્સપોની સાથે સાથ આજરોજ એ.આઈ.એ આણદપુરા ટ્રોફી- એવોર્ડ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા, એક્સપોના ચેરમેન ડો. વલ્લભ ચાંગાણી, સેક્રેટરી હરેશ પટેલ, ઉદ્યોગ અગ્રણી એન.કે.નાવડિયા, લઘુ ઉદ્યોગ ભાર.2254તીના બળદેવ પ્રજાપતિ સહિતના આમંત્રિતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ મળે તે હેતુસર હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ સમિટનું આયોજન આયોજન કર્યું હતું ત્યારે આ પ્રકારના એક્સપો પણ ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.
Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે