અંકલેશ્વર : ઓટો ગેરેજના પ્રમોશન માટે રીલ બનાવવા તોડફોડ કરનાર 5 આરોપીઓ જેલ ભેગા, પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરમાં પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સ દ્વારા કરાયેલા ગુંડાગીરીભર્યા માર્કેટિંગના વિચિત્ર ફંડા ભારે પડી ગયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોના આધારે પોલીસે ગુનો નોંધતાં 5 ઈસમોની ધરપકડ કરી છે.

New Update
scs

અંકલેશ્વરમાં પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સ દ્વારા કરાયેલા ગુંડાગીરીભર્યા માર્કેટિંગના વિચિત્ર ફંડા ભારે પડી ગયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોના આધારે પોલીસે ગુનો નોંધતાં 5 ઈસમોની ધરપકડ કરી છે.

અંકલેશ્વર ONGC રોડ પર સરગમ કોમ્પ્લેક્ષ સામે આવેલ પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સના સંચાલકે માર્કેટિંગ માટે રિયલ લાઈફની રીલ બનાવવાના પ્રયાસમાં ગુનાહિત કૃત્ય જેવા દ્રશ્યો રજૂ કર્યા હતા. વાયરલ થયેલી એડમાં કાળા રંગની સ્કોર્પિયો ગાડી પુરપાટ ઝડપે દુકાન આગળ આવી અચાનક રોડ પર ઉભી રાખવામાં આવે છે. ત્યારબાદ ગાડીમાંથી ડંડા સાથે 3થી 4 ઈસમો ઉતરી રોડ પર પાર્ક કરેલી બાઈકની તોડફોડ કરતા નજરે પડે છે.આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ જેવા દ્રશ્યો સાથે તૈયાર કરી સોશિયલ મીડિયા પર એડ તરીકે વાયરલ કરવામાં આવી હતી. જો કે વિડીયો વાયરલ થતાં શહેર એ ડિવિઝન પોલીસના ધ્યાને આવતા મામલાની ગંભીરતા સમજી તપાસ શરૂ કરવામાં આવી.પોલીસે વાયરલ વિડીયોના આધારે પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સના સંચાલક તેમજ આ વિડીયો બનાવનાર ઝાકીર સિરાજ ભૈયાત, ઝેડ જહીદ ખાન પટેલ, મિનાજ બાબુભાઈ પટેલ, શેબાજ શબ્બીરભાઈ વોહરા અને એહજાજ ઐયુબ પટેલ વિરુદ્ધ જાહેરનામા ભંગ, લોકોની જિંદગી જોખમમાં મૂકી માર્ગ પર અડચણરૂપ વાહન પાર્ક કરવું સહિતના ગુનાઓ નોંધ્યા છે.
પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 
Latest Stories