/connect-gujarat/media/media_files/axfJjmb0R7jVFMQ23vCf.png)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવના મૃત સંઘ ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથજીની 5મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ રથયાત્રા માનવ મંદિર ખાતેથી નીકળી GIDCના વિવિધ વિસ્તારોમાં થઇ ગાર્ડન સીટી ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર.પાટીલ તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી સહીતના આગેવાનો અને ભક્તો જોડાયા હતા.
આજરોજ અષાઢી બીજ નિમિત્તે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવના મૃત સંઘ ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથ મંદિરથી 5મી રથયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા માનવ મંદિર ખાતે પૂજા-અર્ચના સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર.પાટીલ તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી સહીતના આગેવાનોનું ઇસ્કોન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા. રથયાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા. જેઓએ જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રથયાત્રા માનવ મંદિર ખાતેથી નીકળી GIDCના વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સીટી ખાતે આવેલ રાધા ગોપીનાથ મંદિર ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું.