New Update
અંકલેશ્વર દેસાઇ પેટ્રોલ પંપના કમ્પાઉન્ડ સ્થિત પ્રીત ગૂડ્ઝ કેરિયર નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી જુગાર રમતા 6 જુગારીયાઓને પોલીસે રૂપિયા 8.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઇ.ડી.સીના દેસાઇ પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં આવેલ પ્રિત ગુડઝ કેરીયર નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 31 હજાર અને 7 મોબાઇલ ફોન તેમજ ત્રણ વાહનો મળી કુલ 8.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગાર્ડનસીટીમાં રહેતો જુગારી રસપાલસિંગ અમરીકસિગ સૈની,પ્રિતમસિગ રસપાલસિંગ સૈની અને પ્રદિપકુમાર અંબિકાપ્રસાદ પ્રસાદ,મોહમદ ફિરોજ મોહમદ મુને અંસારી તેમજ કાસીમ અબ્દુલ ગફાર સીદીકી,તૈયબ આલમ ખાન,વિક્રમ હાથીભાઇ ગમારાને ઝડપી પાડ્યો પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories