અંકલેશ્વર : પાનોલીમાં ટાયર ભરી જતું કન્ટેનર પલટી સ્ટીમ લાઇન સાથે ભટકાયું, લાઈનમાં ભંગાણ ન સર્જાતા મોટી દુર્ઘટના અટકી

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ મનસરીયા ટાયર કંપનીમાંથી ટાયર ભરી એક કન્ટેનર સુરત હજીરા જવા માટે  નીકળ્યું હતું જે હજુ પાનોલી બહાર નીકળે

New Update
MixCollage-17-Dec-2025-08-34-PM-4212
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ મનસરીયા ટાયર કંપનીમાંથી ટાયર ભરી એક કન્ટેનર સુરત હજીરા જવા માટે  નીકળ્યું હતું જે હજુ પાનોલી બહાર નીકળે એ પૂર્વે જ પલટી મારી ગયું હતું.

પાનોલી જીઆઇડીસીમાં આવેલ પી.આર. ઇકો એનર્જી કંપની પાસે કન્ટેનર પસાર થઇ રહ્યું હતું તે દરમિયાન સામેથી એક સિમેન્ટ કોન્ક્રીટ ભરી આવતા મિક્ષર ગાડીને લઇ રોડ સાઈડ પર ગાડી દબાવતા જ કન્ટેનર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને કન્ટેનર રોડ સાઈડ પર પલટી મારી ગયું હતું. જે રોડ બાજુમાં પસાર થતી સ્ટીમ લાઈન જોડે ભટકાયું હતું. જો કે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો.આ તરફ બોઈલર માટે વરાળ સપ્લાય કરતી લાઈન લીકેજ ના થતા મોટી ઘટના સર્જાતા પણ અટકી હતી. ઘટનાની જાણ થતા તકેદારી રૂપે ફાયરટીમ પણ સ્થળ પર દોડી આવી હતી.
Latest Stories