New Update
/connect-gujarat/media/media_files/2026/01/06/scs-2026-01-06-08-52-45.jpg)
ઉત્તરાયણ તહેવાર દરમ્યાન "સ્કાય લેન્ડર્સ" ચાઈનીજ તુક્કલ તેમજ સિન્થેટીક કે ચાઇનીજ મટીરીયલ, ટોકસીક મટીરીયલ ઝેરી તત્વો અથવા નાયલોન પ્લાસ્ટીક જેવા સીન્થેટીક કે ચાઈનીજ મટીરીયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાડવામાં આવતા પતંગોને કારણે માનવ, પશુ, પક્ષી, તેમજ પર્યાવરણને નુકશાન થતુ હોય જે બાબતે આવા નુકશાન કારક મટીરીયલના ઉપયોગ તથા વેચાણ પર કલેકટર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે સુરવાડી બ્રિજ પાસે આવેલ એચ.ડી.એફ.સી બેન્ક નજીક એક ઇસમ પાસેથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના બોબીન નંગ-૦૫ જેની કુલ કિ.રૂ.૩૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સતીષ સંજયભાઈ વસાવા ઉ.વ.૨૧ રહે, સંજયનગર, મસ્જીફ ફળિયુ, અંકલેશ્વર શહેર તા, અંકલેશ્વર જી.ભરૂચ અને સુમિત નરેશભાઈ ગોહિલ ઉ.વ.૧૯ રહે.જુના તવરા,સોસાયટી ફળીયુ તા.જી.ભરૂચની અટકાયત કરી છે.
Latest Stories