અંકલેશ્વર : એ ડિવિઝન પોલીસે ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત ઉત્તરપ્રદેશથી આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર શહેર એ  ડિવિઝન પોલીસ  દ્વારા સાઇબર ક્રાઈમ સામે હાથ ધરાયેલ ઓપરેશન મ્યુટ હંટ હેઠળ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સાઇબર

New Update
image
અંકલેશ્વર શહેર એ  ડિવિઝન પોલીસ  દ્વારા સાઇબર ક્રાઈમ સામે હાથ ધરાયેલ ઓપરેશન મ્યુટ હંટ હેઠળ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સાઇબર ઠગાઈના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી આગળની તપાસ શરૂ કરી છે. આરોપી લોકોના બેંક ખાતા, ATM કાર્ડ અને ઓનલાઈન બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને સાઇબર ઠગાઈ કરતો હતો. આ નેટવર્ક દ્વારા ઠગાઈથી મેળવેલ નાણાં અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આરોપી પોતાના તેમજ અન્ય લોકોના ખાતા અને ATM કાર્ડનો ઉપયોગ કરીને નાણાં ઉપાડતો હતો.
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો હતો.પકડાયેલા આરોપીનું નામ રંજનભાઈ  રાજમંગલસિંહ હોવાનું જાણવા મળ્યું છે. તે હાલ ઉત્તરપ્રદેશ રાજ્યના મીરજાપુર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી વિવિધ રાજ્યોમાં જઈને અલગ-અલગ લોકોના બેંક ખાતા મેળવી સાઇબર ઠગાઈના નાણાં ઉપાડવામાં મદદ કરતો હતો.આ મામલે અંકલેશ્વર શહેર “A” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Latest Stories