New Update
/connect-gujarat/media/media_files/2025/09/18/whale-fish-vomit-ambergris-1-kg-baramad-kar-2-logon-ko-arrest-kiya-jogeshwari-east-meghwadi-police-ne-2025-09-18-10-51-55.jpeg)
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા દિવા ગામના શામજી ફળિયામાં રહેતો વિજય પ્રવીણ વસાવાએ પોતાના ઘરની પાસે આવેલ પાણીની ટાંકી સ્થિત ઝૂંપડામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે 13 જુલાઈએ દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 496 નંગ બોટલ મળી કુલ 63 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વિજય વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ મામલામાં પોલીસે ફરાર વિજય વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.