New Update
/connect-gujarat/media/media_files/2025/12/26/mixcollage-26-dec-2025-10-07-am-4838-2025-12-26-10-07-52.jpg)
અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનોનો આતંક સતત વધી રહ્યો છે, જેના કારણે નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
અંકલેશ્વરના સુરતી ભાગોળથી ગોયા બજાર તરફ મોપેડ લઈને પસાર થઈ રહેલી એક યુવતી પાછળ અચાનક રખડતા શ્વાનનું ટોળું દોડ્યું હતું. શ્વાન પાછળ પડતા યુવતી ગભરાઈ ગઈ હતી અને જીવ બચાવવા માટે તેણે એક્ટિવાનું એક્સીલેટર ફુલ આપી દેતા વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલું એક્ટિવા સીધું જ રસ્તાની બાજુમાં આવેલા એક વીજ પોલ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં યુવતીને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં શ્વાનોના ડરને કારણે સર્જાયેલા અકસ્માતના દ્રશ્યો જોઈ શકાય છે.
Latest Stories