New Update
/connect-gujarat/media/media_files/2025/07/09/screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6-2025-07-09-09-26-44.jpg)
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.
ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના જૈમીન પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Latest Stories