New Update
/connect-gujarat/media/media_files/2025/08/26/screenshot_2025-08-26-09-16-06-17_92460851df6f172a4592fca41cc2d2e6-2025-08-26-10-31-48.jpg)
અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકિયા કોલેજ નજીક ખાડાને પગલે થ્રી વ્હીલ ટેમ્પો બાજુમાં બાઈક પર પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર ખાડાઓની ભરમાર જોવા મળી છે જેને પગલે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.મોડી રાતે એક ટેમ્પો આ માર્ગ ઉપરથી પસાર થઈ રહયો હતો તે સમયે કડકિયા કોલેજ નજીક ખાડાને પગલે થ્રી વ્હીલ ટેમ્પો પલ્ટી બાજુમાં ચાલતી બાઇક પર પડતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વરની કડકિયા કોલેજથી એશિયાડ નગર સુધીનો માર્ગ બદથી બદતર હાલતમાં થઈ ગયો છે ત્યારે આ માર્ગનું વહેલીતકે સમારકામ કરાવવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.
Latest Stories