અંકલેશ્વર હાંસોટમાં ગત રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર પુનગામ નજીક વિશાળ વૃક્ષ માર્ગ પર ધરાશાયી થયુ હતું જેના કારણે સ્ટેટ હાઇવેનો વાહન વ્યવહાર ખોવાયો હતો.
વૃક્ષ ધરાશય થવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જતા સવારના સમયે નોકરીયાતો તેમજ વિદ્યાર્થીઓ અટવાયા હતા. લગભગ દોઢથી બે કલાક બાદ માર્ગ પરથી વૃક્ષને હટાવાયું હતું અને વાહન વ્યવહાર પુનઃ કાર્યન્વિત કરાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આ માર્ગ અંકલેશ્વરથી સુરતને પણ જોડે છે ત્યારે મહત્વના ગણાતા માર્ગ પર વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ રહ્યો હતો.