અંકલેશ્વર : ઉમા ભવન રેલવે ફાટક નજીક બેફામ દોડતી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મરતા અકસ્માત, યુવાનનું મોત

અંકલેશ્વરની ઉમા ભવન રેલવે ફાટક નજીક આજરોજ સમી સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો પૂરઝડપે દોડતી ટ્રકના ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા તેને ગંભીર ઈજા

New Update
scs

અંકલેશ્વરની ઉમા ભવન રેલવે ફાટક નજીક આજરોજ સમી સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો પૂરઝડપે દોડતી ટ્રકના ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તો બીજી તરફ યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મોત નિપજ્યું હતું.

 

બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે પીક અવર્સમાં  ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. મૃતક નવાગામ કરારવેલનો અમજદ સુલેમાન ગોરી હોવાનું બહાર આવ્યું છે. સાંજના સમયે બેફામ દોડતા વાહન ચાલકો પર પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Latest Stories