અંકલેશ્વર: ગાર્ડનસીટી રોડ પર આવેલ સેન્ટોસા ગ્રીનસીટી સોસા.માંથી વિદેશી દારૂ ઝડપવાના મામલામાં ફરાર બુટલેગરની ધરપકડ

અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડનસીટી રોડ ઉપર આવેલી સેન્ટોસા ગ્રીનસીટી સોસાયટીના એક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં પોલીસે ફરાર બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
aaa

અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડનસીટી રોડ ઉપર આવેલી સેન્ટોસા ગ્રીનસીટી સોસાયટીના એક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં પોલીસે ફરાર બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Advertisment
ભરૂચ એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં કોસમડી ગામની હદમાં આવેલ સેન્ટોસા ગ્રીનસીટી સોસાયટીના પોતાના ઘરમાં સ્મિતા લક્ષ્મણ વસાવા ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખી છુટક વેચાણ કરે છે "તેવી બાતમીના આધારે રેઇડ કરતા પોલીસને ઘરના રસોડામાં તથા ફ્રીજમાં પ્રતિબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયર ટીન નંગ ૧૮૦ મળી કુલ રૂ. ૫૦૪૯૦નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે મહિલાની અટકાયત કરી હતી. પોલીસે આ પ્રોહીબીશનના ગુનામાં લક્ષ્મણ મંગુ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો ત્યારે આ મામલા જીઆઇડીસી પોલીસને ફરાર બુટલેગર લક્ષમણ વસાવાની ધરપકડ કરવામાં સફળતા મળી છે.જીઆઇડીસી પોલીસે ફરાર બુટલેગરની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Latest Stories