New Update
અંકલેશ્વરના જુના બોરભાઠા ગામે કરાશે નિર્માણ
સુલભ શૌચાલયનું નિર્માણ કરાશે
યુપીએલ કંપની દ્વારા ફાળવવામાં આવ્યું ફંડ
રૂ.14 લાખનો કરાશે ખર્ચ
ખાતમુહૂર્ત કરાયુ
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામ ખાતે સુપર ફાર્મ કેમેસ્ટ્રી લિ.યુ.પી.એલ.કમ્પની દ્વારા સુલભ શૌચાલયનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર તાલુકાનું જુના બોરભાઠા બેટ ગામ અંકલેશ્વર અને ભરૂચની મધ્યમાં આવેલું ગામ હોઈ અહીંથી નિયમિત યાત્રાળુઓ,પગપાળા સંઘો,નર્મદા પરિક્રમાવાસીઓ પસાર થતા હોય છે અને તેઓ માટે શૌચાલયની જરીરીયાત ઉભી થાય છે જેને ધ્યાનમાં રાખી જુના બોરભાઠા બેટ ગામના સરપંચ પંકજ પટેલ,ડેપ્યુટી સરપંચ દિપક પટેલ દ્વારા સુપર ફાર્મ કેમેસ્ટ્રી લિ.યુ.પી.એલ.ને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. યુ.પી.એલ.દ્વારા સી.એસ.આર.ફંડમાંથી રૂ.14 લાખની રકમ શૌચાલયના નિર્માણ માટે ફાળવવા આવી હતી ત્યારે આજરોજ શૈચાલયની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે
સુપર ફાર્મ કેમસ્ટ્રી લિ ના યુનિટ હેડ,વિનોદ સિંઘ, સી.એસ.આર. ફંડના યુનિટ હેડ એન.એન.ડોડીયા, સેફટી હેડ નેહલ રાઉલજી તેમજ જુનાબોરભાઠા બેટ ગામના સરપંચ પંકજ પટેલ, ડેપ્યુટી સરપંચ દિપક પટેલ,ચૂંટાયેલા સભ્યો, તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories