અંકલેશ્વર : NH 48 પર વાલિયા ચોકડી નજીક ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, ટ્રેલર ચાલક કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરી જીવ બચવાયો

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર વાલિયા ચોકડી પાસે  ટ્રીપલ અકસ્માતમાં એક ટ્રેલર ચાલક  કેબીનમાં ફસાઈ જતા ફાયર વિભાગની ટિમ દ્વારા ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સારવાર

New Update

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેનો બનાવ

વાલિયા ચોકડી નજીક સર્જાયો અકસ્માત

ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો

ટ્રેલર ચાલક કેબીનમાં ફસાયો

રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર વાલિયા ચોકડી પાસે  ટ્રીપલ અકસ્માતમાં એક ટ્રેલર ચાલક  કેબીનમાં ફસાઈ જતા ફાયર વિભાગની ટિમ દ્વારા ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર  વાલિયા ચોકડી  બ્રિજ પર એક સાથે ટ્રેલર ટ્રક, ડમ્ફર હાઈવા અને આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો.હતો આ અકસ્માતમાં ટ્રેલરનો ચાલક કેબીનમાં ફસાઈ ગયો હતો.અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરુ કરી હતી.જો કે આ અંગે ડીપીએમસી ફાયર વિભાગને  જાણ થતા  ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને ભારે જહેમતે કેબીન હટાવી ચાલકને બહાર કાઢી સારવાર હેઠળ નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ ટ્રીપલ અકસ્માતના પગલે  નેશનલ હાઈવે પર સુરત તરફ જતા માર્ગ પર  ટ્રાફિક જામ સર્જાયો હતો.
Latest Stories