અંકલેશ્વર : જુના દીવા ગામે ભાથીજી મંદિરના સેવા ભવનમાંથી રૂ.80 હજારના વાસણની ચોરી કરનાર આરોપી ઝડપાયો

અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરમાં આવેલ સેવા ભવનમાં  રૂ.80 હજારની કિંમતના પિત્તળના વાસણોની ચોરીના મામલામાં એ ડિવિઝન

New Update
scs
અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરમાં આવેલ સેવા ભવનમાં  રૂ.80 હજારની કિંમતના પિત્તળના વાસણોની ચોરીના મામલામાં એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરના પરિસરમાં આવેલા સેવા ભવનમાં ચોરીની ઘટના સામે આવી હતી. અજાણ્યા તસ્કરોએ સેવા ભવનમાં મુકવામાં આવેલા આશરે રૂ. 80 હજારની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.મંદિર ટ્રસ્ટના વહીવટદાર મનુભાઈ સિરવીએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી દરમ્યાન પોલીસને  બાતમી મળી હતી કે એક ઇસમ ચોરીના વાસણો વેચવા માટે પીરામણ ગામ નજીક આમલાખાડી આસપાસ ફરી રહ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપી ભીમપ્રસાદ કેવટની ધરપકડ કરી હતી.આરોપીએ ચોરીના અન્ય ગુનાઓને પણ અંજામ આપ્યો છે કે કેમ એ સહિતની તપાસ શરૂ કરી છે.
Latest Stories