/connect-gujarat/media/media_files/2026/03/09/1004510805-2026-03-09-08-59-45.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી જૈન સંઘમા ગીતાર્થ ગચ્છાધિપતિ પ.પૂ. આ. ભ. શ્રી રાજયશ સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિતરાગયશ સૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા ૬ તથા પૂજ્ય સાધ્વી વર્યા શ્રી જીનેશપદ્માશ્રીજી મ.સા. અને નૂતન દીક્ષિત શ્રી રૂષભરાજયશાશ્રીજી મ.સા. સહિત આદિ ઠાણા ૧૧ અંકલેશ્વર જીઆઇડીસી જૈન સંઘમાં પધાર્યા હતા.આ અવસરે વિજય મેડિકોથી સમૈયું નીકળી ભવ્ય સ્વાગત સાથે પૂજ્ય મહારાજ સાહેબ શ્રી સંઘમાં પધાર્યા. સંઘના આગેવાનો અને ભાવિકોએ ભારે ઉમંગ અને ભક્તિભાવથી આવકાર કર્યો હતો ત્યારબાદ પૂજ્ય આચાર્ય ભગવંતે ખુબજ માર્મિક અને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું.