New Update
/connect-gujarat/media/media_files/2025/03/20/fhUzrJW4ur6LZYCh5JM4.jpg)
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સંબંધે કલેકટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.જે અંતર્ગત ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એમ.જી.રાઠોડ તથા પોલીસકર્મીઓ અંકલેશ્વર GIDC વિસ્તારમાં હોટલ/ગેસ્ટ હાઉસમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તે દરમ્યાન વાલીયા રોડ પર આવેલ “ સીલ્વર લીફ હોટલ” ના મેનેજર પરેશ રમેશભાઇ હરીજને પથિક સોફટવેરમાં રજીસ્ટર મુજબ એન્ટ્રી કરી ન હતી અને જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો આથી હોટલના મેનેજર વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories