અંકલેશ્વર: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના વિકાસ અર્થે ભરૂચ ક્રિકેટ એશો.સાથે કરાર, ઉત્કૃષ્ટ ટ્રેનિંગ સહિતની સુવિધા પ્રાપ્ત થશે

ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને એ. આઈ. ડી. એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વચ્ચે ક્રિકેટની રમત તથા ગ્રાઉન્ડ વિકાસ અર્થે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે

author-image
By Connect Gujarat Desk
New Update

ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને એ. આઈ. ડી. એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વચ્ચે ક્રિકેટની રમત તથા ગ્રાઉન્ડ વિકાસ અર્થે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે

ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને એ. આઈ. ડી. એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વચ્ચે ક્રિકેટની રમત તથા ગ્રાઉન્ડ વિકાસ અર્થે લાંબા ગાળાનો સમજૂતી કરાર કરવામાં આવ્યો  છે.આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલે જણાવ્યું હતુ કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી  વર્ષોથી સહયોગ કરતું આવ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન સંલગ્ન ભરૂચ ક્રિકેટ એસોસિએશન હંમેશા આઈ. ડી. એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉત્કૃષ્ટ ક્રિકેટ કોચિંગ અને તેને લઇને અનેકવિધ સવલતો આપવા કટિબદ્ધ છે.
આઈ. ડી. એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હવે બોલિંગ મશીન, બોક્સ ક્રિકેટ, ઇન્ડોર ક્રિકેટ એકેડેમી જેવી અદ્યતન સગવડો ઉપલબ્ધ કરવામાં આવી છે.અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના માનદ મંત્રી  અશોક પંજવાણીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા આશરે ૮૦ લાખ રૂપિયાના ખર્ચે, ૫ મેઈન પીચ, ૫ પ્રેકટીસ પીચ અને ઉત્કૃષ્ટ લૉન ધરાવતું ઉમદા ગ્રાઉન્ડ વિકસાવામાં આવ્યું છે. સાથે સાથે ભવિષ્યમાં પેવેલિયન, વીવીધ ઇન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનિસ, બેડમિંટનનું પણ આયોજન છે. આ પ્રસંગે  ઇસ્તિયાક પઠાણ, મનીષ નાયક, વિપુલ ઠક્કર અને ઇસ્માઇલ મતાદાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા
Latest Stories