New Update
/connect-gujarat/media/media_files/2025/08/03/nar-2025-08-03-21-19-11.jpg)
અંકલેશ્વર બોરભાઠા બેટ ગામ નજીક નર્મદા નદીમાં વૃદ્ધે મોતની છલાંગ લગાવી આપઘાતનો કર્યો પ્રયાસ , સ્થાનિક યુવાનોએ જીવ બચાવી સારવાર અર્થે ખસેડાયા
અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીક આવેલ નર્મદા નદી કિનારે એક વૃદ્ધે નદીમાં મોતની છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જોકે આ સમયે ગામના યુવાનોએ વૃદ્ધને નદીમાં ઝંપલાવતા જોતા તેઓ દોડી આવ્યા હતા અને વૃદ્ધને નદીના પાણીમાંથી બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો.હાલ નર્મદા નદીમાં જળસ્તર વધુ છે અને પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે યુવાનોની સતર્કતાના કારણે તેમનો જીવ બચ્યો હતો.
આ તરફ વૃદ્ધ પોતે જિંદગીથી કંટાળી ગયા હોય અને આત્મહત્યા કરવા ગયા હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સ સેવાને ફોન કરતા એમ્બ્યુલન્સનો કાફલો દોડી આવ્યો હતો અને વૃદ્ધને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Latest Stories