અંકલેશ્વર:ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ યોજાયો

અંકલેશ્વરના શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ યોજાયો

  • મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન

  • વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરના શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોરભાઈ પટેલ આર્ટ એન્ડ કોમર્સ કોલેજના વાર્ષિક ઉત્સવનું અંકલેશ્વરમાં આવેલ શ્રી શારદા ભવન ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખ લલીતાબહેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા, નોટિફાઇડ એરીયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ સાથે સમગ્ર વર્ષ દરમિયાન રમત ગમત તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર જી.કે. નંદા તેમજ આધ્યાપકો વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા

Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.