New Update
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોકુલધામ ચાર રસ્તા ખાતે ગદા સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાતના રહેણાંક વિસ્તારની સુંદરતામાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે અંકલેશ્વરના ગોકુલધામ ચાર રસ્તા નજીક ગદા સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે ગાર્ડન સર્વિસીસના પ્રાંજલ શ્રીવાસ્તવની સ્પોન્સરશિપ હેઠળ આ સ્થળે ગદા અને ધનુષની પ્રતિકૃતિ સાથે સુંદર સર્કલ બનાવવામાં આવ્યું છે જેનું આજરોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નોટિફાઇડ એરિયા ઓથોરીટીના ચેરમેન હર્ષદ પટેલ,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ઉપપ્રમુખ અશોક દુધાત, હરેશ પટેલ સહિત ઉદ્યોગપતિઓ તેમજ આમંતત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ ચાર રસ્તાને હવેથી ગદા સર્કલ તરીકે ઓળખાશે.
Latest Stories