અંકલેશ્વર : NH 48 પર આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી અન્ય ટ્રક ભટકાય, ટ્રક ચાલકનું મોત

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો.અંકલેશ્વરના પાનોલી પાસે બાકરોલ ઓવરબ્રિજ પર સુરત તરફ જતી લેનમાં આગળ ચાલતી

New Update
Untitled

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો.અંકલેશ્વરના પાનોલી પાસે બાકરોલ ઓવરબ્રિજ પર સુરત તરફ જતી લેનમાં આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી અન્ય ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી.આ અકસ્માતમાં પાછળની ટ્રકની કેબિનનો કચરઘાણ વળી ગયો હતો જેમાં ડ્રકચાલક દબાઈ જતા ગંભીર ઇજાના પગલે તેનું મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક ટ્રક ચાલક તમિલનાડુનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories