અંકલેશ્વરના ખરોડ ગામનો બનાવ
રીક્ષાઓમાં આગચંપી
પાર્ક કરેલ રિક્ષાઓમાં આગ લગાડાય
અસામાજિક તત્વોનું કારસ્તાન
પાનોલી પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના ખરોડ ગામે પાર્ક કરેલ 2 રીક્ષામાં અસામાજિક તત્વો દ્વારા આગચંપી કરી દેવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ખરોડ ગામે નવી વસાહતમાં પાર્ક કરેલી બે ઓટો રિક્ષાઓને અજાણ્યા ઈસમોએ આગ લગાડી દીધી હતી. મોઇન સલીમ પઠાણ અને સાદીક મકસુદ ખલીફા નામના બે ઓટો રિક્ષાચાલકોની રિક્ષાઓ સળગાવી દેવામાં આવી હતી.કોઈ અજાણ્યા ઈસમોએ જ્વલનશીલ પ્રવાહી કે પદાર્થ નાખીને રિક્ષાને સળગાવી દીધી અને નાસી છૂટ્યા હતા.આ અંગે પાનોલી પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીડિત મોઇન સલીમ પઠાણની રિક્ષાને આઠ મહિના પહેલાં પણ સળગાવી દેવામાં આવી હતી ત્યારે અસામાજિક તત્વો સામે કડક પગલા ભરવા માંગ ઉઠી રહી છે.