અંકલેશ્વર : સોસાયટી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત ઓકશનનો કાર્યક્રમ યોજાયો,100 ખેલાડીઓએ લીધો ભાગ

અંકલેશ્વરના હેપ્પી નગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બ્રધર્સ ફોર લાઇફ ગ્રુપ દ્વારા આયોજિત સોસાયટી પ્રીમિયર લીગ – સીઝન 3 ક્રિકેટ ટુર્નામેન્ટના ઓક્શન કાર્યક્રમનું આયોજન

New Update
Untitled

અંકલેશ્વરના હેપ્પી નગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બ્રધર્સ ફોર લાઇફ ગ્રુપ દ્વારા આયોજિત સોસાયટી પ્રીમિયર લીગ – સીઝન 3 ક્રિકેટ ટુર્નામેન્ટના ઓક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન યુવા કૉંગ્રેસના પ્રવક્તા તથા પૂર્વ નગરપાલિકા સભ્ય શરીફ કાનુગાના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું.આ ઓક્શન કાર્યક્રમમાં ૧૦૦થી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલાડીઓના પોઈન્ટના આધારે કુલ ૧૦ ટીમોની રચના કરવામાં આવશે, જે ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

સોસાયટીમાં યુવાનોમાં મોબાઈલનો વધતો ક્રેઝ અને મોબાઈલ ગેમ્સથી દૂર રાખીને તેમને રમતગમત જેવી સ્વસ્થ પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવા તેમજ નવયુવાનોમાં સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધારવાના હેતુથી સોસાયટી પ્રીમિયર લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.

Latest Stories