New Update
/connect-gujarat/media/media_files/2025/06/23/img-20250603-wa0003-recovered-recovered-2025-06-23-08-52-15.jpg)
અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર એ.બી.સોલંકી ગ્રામ પંચાયતની ચુંટણી અનુસંધાને પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન બાતમીના આધારે પ્રતીન ચોકડી પાસે આવેલ વેલકમ હોટેલની પાછળ આવેલ શોપીંગ પાસે ખુલ્લામા ગંજીફાના પત્તા પાનાનો જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ જુગારધારાની કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.
પોલીસે ભરતભાઈ કસનાભાઈ બારૈયા ઉ.વ.૨૮ ધંધો. મજૂરી રહે,રેલ્વે સ્ટેશન પાસે અંકલેશ્વર તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે મોટીખરચ તા.જી.દાહોદ,અશોકભાઈ ગુલાબજી મારવાડી ઉ.વ.૫૦ ધંધો.વેપાર રહે,ભારતી રો-હાઉસ નિશાળ ફળીયુ સુરવાડી તા.અંકલેશ્વર જી.ભરૂચ, હરીચંદ્રભાઈ મિઠુભાઈ ખરડી ઉ.વ.૩૮ ધંધો.મજુરી રહે, વાલીયા ચોકડી બ્રિજની બાજુમા આવેલ ઝુપડપટ્ટી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. તા.અંકલેશ્વર જી.ભરૂચ,મહેંદ્રપ્રતાપ મહિપાલ સિંઘ ઉ.વ.૩૬ ધંધો મજુરી રહે મેઈન રોડ દુર્ગામાતાના મંદીર પાસે ભરવાડના મકાનમા મિરાનગર,તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. મડવાસ તા.મજોલી જી.સિદી (મધ્યપ્રદેશ), રાહુલભાઈ ભરતભાઈ ગામીત ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે ૧૪૯ ગુજરાત હાઉસિંગ બોર્ડ અંક્લેશ્વર તા.અંકલેશ્વર જી.ભરૂચ, ઉમેશભાઈ અરવિંદભાઈ વસાવા ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે ચંડાલ ચોકડી પાસે યોગેશ્વરનગર ગડખોલ, કિશનકુમાર જુઠાન મંડલ ઉ.વ.૧૯ ધંધો. નોકરી રહે સુર્યાનાઈટ કંપની,એશિયન પેટ ચોકડી પાસે,રાજેશભાઈ છુટકાઉ નિશાર ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે પ્રતિન ચોકડી પાસે ફુટપાટ પર અંકલેશ્વર તા.અંકલેશ્વર જી.ભરૂચમુળ રહે નગીના પોસ્ટ બાંગરોહી થાના મુસાનગર જી.કાનપુર (યુ.પી.), બહાદુરભાઇ રતનભાઈ ગણાવા ઉ.વ.૨૬ ધંધો.મજુરી રહે સિલ્વરપ્લાઝા ઝુપડપટી પાસે અંકલેશ્વર તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. નાની ખરચ તા.જી.દાહોદ, ઈરફાન અકબર શેખ ઉ.વ.૨૪ ધંધો. નોકરી રહે અમીનાપાર્ક સોસાયટી હવામહેલ પાસે પિરામણ તા.અંકલેશ્વર જી.ભરૂચઅને વિનય આશારામ પાસવાન ઉ.વ.૨૮ ધંધો. મજુરી રહે બાબરનાથની ચાલ લોડ્સ પ્લાઝા હોટેલની સામે પિરામણ તા.અંકલેશ્વર જી.ભરૂચની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.33 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories