અંકલેશ્વર: મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની B ડિવિઝન પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે GIDC બસ ડેપો પાછળ પેટ્રોલ પંપની બાજુમાંથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરને ઝડપી પાડ્યો હતો 

author-image
By Connect Gujarat Desk
New Update
butlegar.jpg

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જી.આઈ.ડી.સી.બસ ડેપો પાછળ પેટ્રોલ પંપની બાજુમાંથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરને ઝડપી પાડ્યો હતો 

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જી.આઈ.ડી.સી.બસ ડેપો પાછળ પેટ્રોલ પંપની બાજુમાં એક ઈસમ એક્ટિવાની ડીકીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી પિરામણ નાકા પાસે આવેલ ઇસકૃપા સોસાયટીમાં રહેતો બુટલેગર પિયુષકુમાર નિલેશચંદ્ર મોદીને ઝડપી પાડ્યો હતો.
Latest Stories