New Update
/connect-gujarat/media/media_files/2025/12/14/screenshot_2025-12-14-08-10-13-36_92460851df6f172a4592fca41cc2d2e6-2025-12-14-09-00-41.jpg)
અંકલેશ્વરમાં રખડતા ઢોરનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ભડકોદ્રાની મંગલમ સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે અચાનક યુદ્ધ શરૂ થતાં અફરાતફરી મચી ગઈ હતી.મુખ્ય માર્ગ પર જ આખલા જંગે ચઢતાં વાહનચાલકોમાં ભય ફેલાયો હતો.
રસ્તા પરથી પસાર થતી એક લારીને આખલાઓના યુદ્ધ દરમિયાન નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવી ઘટનાઓથી સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો બનતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.સ્થાનિકોએ તંત્ર સામે માંગ કરી છે કે રખડતા ઢોર પકડવા માટે તાત્કાલિક અને કડક ઝુંબેશ શરૂ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત ટાળી શકાય.
Latest Stories