New Update
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાગૃતિના હેતુસર ભરૂચના અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
તારીખ 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ઠેર ઠેર યોગ શિબિર સહિતના કાર્યક્રમો યોજાશે ત્યારે અંકલેશ્વરમાં પણ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ બાઈક રેલી જીઆઇડીસીમાં આવેલ કમલમ પાર્ટી પ્લોટ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે પહોંચી હતી.બાઈક રેલી દરમિયાન લોકોને યોગબાબતે માહિતી આપવામાં આવી હતી. આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં રાઇડર્સ જોડાયા હતા અને યોગ અંગેની જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા
Latest Stories