New Update
/connect-gujarat/media/media_files/2025/08/27/vlcsnap-2025-08-27-09h04m17s778-2025-08-27-09-12-49.png)
દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં ગતરોજ રાત્રીના સમયે શ્રીજીની આગમન યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ હતી.
અંકલેશ્વર જીઆઇડીસીના સીઓપી 7 ગ્રુપના શ્રીજીની આગમન યાત્રા ચાલી રહી હતી.
આ દરમિયાન યાત્રામાં એક આખલો ઘૂસી આવ્યો હતો અને તેણે આતંક મચાવતા 4 મહિલા સહિત 8 લોકોને અડફેટે લીધા હતા.જેના કારણે યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આખલાના આતંકના કારણે 8 થી 10 લોકો ઇજાગ્રત થયા હતા જેઓને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે અચાનક જ આખલો ઘૂસી આવતા આગમનયાત્રામાં દોડધામ જવા પામી હતી અને જેમા 8 થી 10લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી.
Latest Stories