અંકલેશ્વર : GIDC વિસ્તારમાં એકસાથે 6 જેટલા વૃક્ષોનું નિકંદન કરાતા વિવાદ, હાઉસિંગ એસો. પ્રમુખમાં રોષ...

એકસાથે 6 જેટલા વૃક્ષનું નિકંદન કરતા વિવાદ સર્જાયો છે. એક તરફ સરકાર વધુ વૃક્ષો વાવોની વાતો કરે છે, અને પર્યાવરણ દિવસે સમગ્ર વિશ્વમાં વૃક્ષો વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વૃક્ષ નિકંદન થતા વિવાદ સર્જાયો

  • એકસાથે 6 જેટલા વૃક્ષોને પરવાનગી વગર કાપી નાખ્યાનો આક્ષેપ

  • અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ દ્વારા કરાયા આક્ષેપ

  • નોટીફાઈડ અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાનો આક્ષેપ

  • વૃક્ષ નિકંદન કરનારને દંડ ફટકારવા માંગ : હાઉસિંગ એસો. પ્રમુખ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આશાદીપ સોસાયટી નજીક એકસાથે 6 જેટલા વૃક્ષનું નિકંદન કરતા વિવાદ સર્જાયો છે. એક તરફ સરકાર વધુ વૃક્ષો વાવોની વાતો કરે છેઅને પર્યાવરણ દિવસે સમગ્ર વિશ્વમાં વૃક્ષો વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટીફાઈડ વિસ્તારમાં આશાદીપ સોસાયટી નજીક આવેલ 6 જેટલા વૃક્ષનું નિકંદન કરાતા વિવાદ સર્જાયો છે.

અંકલેશ્વરGIDC વિસ્તારમાં રોડની બાજુમાં ઉછરેલા લીલાછમ વૃક્ષને કાપી નાખવામાં આવતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડીયા દ્વારા અંકલેશ્વર નોટીફાઈડ ફિલ્ડ ઓફિસરને આ મામલે પુછવામાં આવતા તેઓને આ વાતની જાણ ન હોવાનું જણાવ્યુ હતું.

સમગ્ર મામલે અતુલ માકડિયા જણાવ્યુ હતું કેનોટિફાઇની ફરતી વાનને પુછવામાં આવતા તેઓને પણ આ વાતની જાણ ન હોવાની વાત કહી હતીઅને જે કોઈ દ્વારા પણ 6 વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોય તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Read the Next Article

ભરૂચ: મેઘરાજાના શ્રાવણના સરવરીયા, ઠેર ઠેર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક

શ્રાવણ માસમાં મેઘરાજા સરવરીયા વરસાવી રહ્યા છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

New Update
  • ભરૂચ જિલ્લામાં મેઘાવી માહોલ

  • સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો

  • તમામ 9 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

  • આજે સવારથી જ વરસાદી માહોલ

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જમ્યું છે ત્યારે સતત બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસમાં મેઘરાજા સરવરીયા વરસાવી રહ્યા છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.
તો બીજી તરફ પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોએ વામણી કાર્યના શ્રી ગણેશ કર્યા હતા.વાવણી થયા બાદ હવે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 31 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ જ આજે વહેલી સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, વાલિયા અને હાંસોટમાં 1-1 ઇંચ તો નેત્રંગમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.