New Update
/connect-gujarat/media/media_files/2025/06/26/screenshot_2025-06-26-07-39-52-09_439a3fec0400f8974d35eed09a31f914-2025-06-26-09-53-26.jpg)
ભરૂચ એલસીબીએ પાનોલી પોલીસ મથકના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબીનો સ્ટાફ પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમ ચોરીની બાઈક સાથે બાકરોલ બ્રિજ નીચે ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળા ઇસમને પકડી તેની પૂછપરછ કરતા તેણે સોન્ગવોન કંપની બહારથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે બાકરોલ બ્રિજ પાસે રામ નગરમાં રહેતો અંગદ રામ પ્યારે પ્રજાપતિની ધરપકડ કરી 60 હજારની બાઈક કબ્જે કરી હતી.
Latest Stories