New Update
/connect-gujarat/media/media_files/2025/10/13/dcd-2025-10-13-10-00-31.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર મીઠા ફેકટરી પાછળ ચોકડી પાસે એક ઈસમ શંકાસ્પદ સાયલન્સરમાં આવતી ધાતુયુક્ત માટી વેચાણ કરવા માટે ફરે છે. જેના આધારે પોલીસે આરોપી પ્રીન્સ સીધ રહે, મ.નં.૧૬/૨ ઓમસાંઈ રેસીડન્સી, મીઠા ફેકટરીની પાછળ અંકલેશ્વર અને અજય અર્જુનભાઈ વિશ્વકર્મા રહે, રીષભ એપાર્ટમેન્ટ, મીઠા ફેકટરી પાછળ અંકલેશ્વરની અટકાયત કરી હતી.
પોલીસની પૂછતાછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે સત્યમપાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં એક ઈકો કારનં.MP-09-ZZ-9575 પાર્ક કરેલ હતી તેમાંથી સાયલન્સર ચોરી કરી હતી.આરોપીઓએ અગાઉ પણ આ પ્રકારની ચોરીના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે
Latest Stories