New Update
/connect-gujarat/media/media_files/2025/07/31/1222-2025-07-31-09-20-37.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતી દરમ્યાન બે ઇસમો નંબર પ્લેટ વગરની બાઈક સાથે આવતા તેઓને રોકી પૂછપરછ કરતા બાઈક અને ફોન ચોરીના હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આરોપી નિર્મલ રાજુ નિષાદ હાલ રહે, હરીકાકાની રૂમમાં ચાવજ તા-ભરૂચ અને અંકીત નોખેલાલ નિષાદ હાલ રહે, મીરાનગર સારંગપુર તા-અંક્લેશ્વરની કડક પૂછતાછ કરતા બન્ને આરોપીઓ મહિલાઓને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હોવાની કબૂલાત કરી હતી.આરોપીઓ મોપેડ પર જતી મહિલાઓના પર્સ પણ ઝુંટવી લેતા હોવાનું બહાર આવ્યું છે.પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ અને બાઈક મળી રૂ.70 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.હાલ આરોપીઓની ત્રણ ગુનામાં સંડોવણી બહાર આવી છે.
Latest Stories