New Update
/connect-gujarat/media/media_files/2025/11/15/scs-2025-11-15-10-46-06.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના કોલસા ચોરી કૌભાંડનો ફરાર આરોપી શિવરાજસિંહ ઉર્ફે શિવુભા કીરીટસિંહ ગોહીલ રહે. પ્લોટ નંબર ૫૦/બી નિર્ભય સોસાયટી ચિત્રા ભાવનગર અંક્લેશ્વર વાલીયા ચોકડી ખાતે જોવા મળ્યો છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીની ધરપકડ કરી હતી અને તેને ગ્રામ્ય પોલીસના હવાલે કર્યો હતો.આરોપી કોલસા ચોરી કૌભાંડમાં છેલ્લા 1 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories