New Update
/connect-gujarat/media/media_files/2025/10/13/css-2025-10-13-09-22-19.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના કોલસા કૌભાંડનો ફરાર આરોપી દિવ્યેશ રમણીકભાઈ લાડાણી રહે. મ.નં ૪૫ કાશીબા વીલા નંદસાડ રોડ કામરોજ, સુરતન અંકલેશ્વરની વાલીયા ચોકડી ખાતે જોવા મળ્યો છે.જેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઈમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.દરોડા દરમ્યાન પોલીસે ગોડાઉનમાંથી 6.21 લાખનો 90 ટન કોલસો 4 ટ્રક, કાર અને મોબાઈલ મળી રૂ.69.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Latest Stories