New Update
અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ
હત્યા થઈ હોવાનું આવ્યું બહાર
પોલીસે હત્યારાની કરી ધરપડક
અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories